Thursday, 25 September 2014

iPhone 6 પ્લસમાં સામે આવી મોટી ખામી...ફોન વાંકો વળી જાય છે..!!









મેટલ બોડીના કારણે પોકેટમાં તે વળી જાય છે
અમદાવાદ તા.25 સપ્ટેમ્બર, 2014

જો તમે આઈફોન 6 પ્લસ ખરીદવા માટે મન મનાવી લીધુ છે તો સમાચાર ખાસ તમારા માટે છે. એપ્પલના બહુચર્ચિત ફોનમાં મોટી ખામી સામે આવી છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે આઈફોન 6 પ્લસ એટલો પાતળો છે કે તેની મેટલ બોડીના કારણે પોકેટમાં તે વળી જાય છે.

એક વેબસાઈટ પ્રમાણે આઈફોન 6 પ્લસનો ગ્રાહક એક નાની પરંતુ ઝડપથી વધી રહેલી ખામીનો શિકાર થયો છે. આઈફોન-6 પ્લસને પોકેટમાં રાખવાના કારણે તેનો ફોન વળી ગયો. યુવકે ડાન્સ કરતી વખતે, જમતા અને ડ્રાઈવિંગ દરમ્યાન આઈફોન 6 પ્લસ પોકેટમાં રાખ્યો અને તેનો ફોન પોકેટમાં ડેમેજ થયો

તમને જણાવી દઈએ કે આઈફોન 6 પ્લસની જાડાઈ 7.1 મિલીમીટર છે. પરંતુ વળવાની સમાચાર સામે આવ્યા બાદ કહી શકાય છે કે ફોનન જરૂરિયાતથી વધારે પાતળો છે. મનાઈ રહ્યું છે કે મોબાઈલ પાતળો હોવા કરતા એલ્યુમિનિયમ બોડીના કારણે સમસ્યા પેદા થઈ છે. એલ્યુમિનિયમ મિશ્રિત ધાતુથી બનેલા ફોન વધારે પ્રેશરમાં આવવાથી વળવાનો ખતરો આવી શકે છે.



New Vidhyasahayak Bharti 1 To 5